School Rules

સામાન્ય નિયમો
  • વિદ્યાર્થીએ પૂર્ણ ગણવેશ સાથે શાળા સમયથી દસ મિનીટ વહેલા આવી પ્રાર્થનામાં સામેલ થવું.

  • વિદ્યાર્થીએ પોતાની `લેશન ડાયરી` અચૂક સાથે રાખવી.

  • બાળકને શાળાએ મુકી જવાની તથા લઈ જવાની જવાબદારી વાલીની રહેશે.

  • શાળામાં કીમતી વસ્તુઓ, રૂપિયા કે અન્ય બિન જરૂરી વસ્તુઓ લાવવી નહિ.

  • કુદરતી આકસ્મિક સંજોગો કે વિદ્યાર્થીની બેદરકારીના કારણે થતી શારીરિક ઇજા માટે શાળા સંચાલકોની જવાબદારી રેહશે નહિ.

  • ચાલુ શાળાએ વિદ્યાર્થીને રજા મળશે નહિ, રજા માટે અગાઉ રજા ચિઠ્ઠી લખી આપવાની રહેશે.

  • અભ્યાસ સબંધી કઈ પણ સુચન હોય તો વાલીશ્રીએ ઓંફિસમાં જાણ કરવી, શાળા સાથે વાલી સંપર્કમાં રહે તે બાળકના સર્વાંગી વિકાસ માટે આવશ્યક છે.

પ્રવેશ નીતિ (Admission Policy)
  • LKG માં પ્રવેશ મેળવવા માટે બાળકની ઉંમર ૪ વર્ષ, નર્સરી માટે ૩ વર્ષની ઉંમર હોવી / પૂર્ણ થયા હોવા જોઈએ. કે.જી.પૂર્ણ થયા બાદ વિદ્યાર્થી ધોરણ ૧ માં પ્રવેશ મેળવી શકશે. (૩૧ મે સુધી)
  • નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીએ પ્રવેશ ફોર્મ સાથે (લિવિંગ સર્ટી.) શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પરિણામની ઝેરોક્ષ કોપી, ફોટા તથા જરૂરી ફી ભર્યા બાદ પ્રવેશની કાર્યવાહી પૂર્ણ ગણાશે.
  • નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીએ જાતિનો દાખલો જો હોય તો અને જન્મનું પ્રમાણપત્ર તથા આધાર કાર્ડ ફરજિયાત જમા કરાવવાનું રહેશે.
ઉપાડ નીતિ (Withdraw Policy)
  • કોઈપણ વિદ્યાર્થીએ શાળામાંથી નામ કમી કરાવવાનું હોય તો એક અઠવાડિયા પહેલા અરજી કરવાની રહેશે. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એક અઠવાડિયા પછી આપવામાં આવશે.
  • વાલીની અરજી જ ધ્યાનમાં લેવામાં આવશે.
પ્રવેશ કાર્યવાહી
  • વિદ્યાર્થીને શાળામાં દાખલ કરવા માટે વાલીએ નિયત ફોર્મ ભરીને આચાર્યને રૂબરૂ આપવાનું રહેશે.
  • નર્સરીમાં પ્રવેશ મેળવવા માટે બાળકની ઉંમર ૩ વર્ષ પૂર્ણ થઈ જવી જોઈએ.
  • નર્સરીમાં પ્રવેશ મેળવવા માટે બાળકનું જન્મનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
  • નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીએ જાતિનું પ્રમાણપત્ર, જન્મનું પ્રમાણપત્ર, આધાર કાર્ડની ઝેરોક્ષ ફરજિયાત જમા કરાવવાના રહેશે.
  • શાળાનું શૈક્ષણિક વર્ષ જૂનથી શરૂ થાય છે અને મે માં પૂરું થાય છે.
નામ કમી કરવાની કાર્યવાહી
  • વિદ્યાર્થીનું નામ કમી કરવાનું હોય તો તેની જાણ વાલીશ્રીએ ૧૦ (દસ) દિવસ અગાઉ લેખિતમાં અરજી દ્વારા કરવાની રહેશે.
  • જે માસમાં નામ કમી કરવાની અરજી આપી હોય તે માસની ફી ભરવાની રહેશે, તે પછી જ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC) આપવામાં આવશે.
નિયમો
  • ફી દરેક સત્ર શરૂ થયાના ૧૦ દિવસ સુધીમાં ભરી દેવાની રહેશે.
  • દરરોજ શાળામાં સંપૂર્ણ ગણવેશ સાથે આવવાનું રહેશે. હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત રીતે ગણવેશ પહેરીને આવવું.
  • બટન, ચેઈન, હુક, વ્યવસ્થિત બંધ થાય તેવા રાખવા. પિન, ટાંકણી જેવી કામચલાઉ વસ્તુઓનો ઉપયોગ કરવો નહિ.
  • પગમાં મોજાં ધોયેલા સ્વચ્છ પહેરવા. બૂટ જો દોરીવાળા હોય તો દોરી વ્યવસ્થિત બાંધવી.
  • દરેક વિદ્યાર્થીએ ખિસ્સા રૂમાલ નિયમિત લાવવો. પોતાના નખ વ્યવસ્થિત કાપેલા અને સાફ રાખવાના રહેશે.
  • દરેક વિદ્યાર્થીએ વાળમાં તેલ નાખી વ્યવસ્થિત ઓળવાના રહેશે. છોકરીઓએ વાળ રિબન કે હેરબેન્ડથી બાંધેલા રાખવા.
  • દરેક વિદ્યાર્થી શાળાએ નક્કી કરેલા સમય પહેલા એટલે કે બેલ વાગે તેના કરતા પાંચ મિનિટ પહેલા આવવાનું રહેશે. શાળા છૂટ્યા બાદ વિદ્યાર્થીને લઈ જવામાં ૧૦ મિનિટથી વધારે મોડું કરવું નહીં.
  • શાળામાં લેવા-મૂકવા આવનાર વ્યક્તિએ પોતાનું વાહન શાળાના ઝાંપા સામે મૂકવું નહીં. તેમજ શાળાના ગેટની અંદર પણ લાવવું નહીં.
  • શાળા સમય દરમિયાન વચ્ચેથી વિદ્યાર્થીને ઘરે જવા દેવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવી.
  • ગેરહાજર વિદ્યાર્થીએ શાળામાં હાજર થતી વખતે વાલીની ગેરહાજર રહ્યા બાબતની લેખિત ચિઠ્ઠી રજૂ કરવાની રહેશે.
  • વિદ્યાર્થીને કોઈ બીમારીનાં ચિહ્નો જણાય કે બીમાર હોય તો શાળામાં મોકલવો હિતકારક નથી. તે બાબત જાણકારી શાળામાં કરવી.
  • રીશેષના સમયે બહારથી નાસ્તો ખરીદવા દેવામાં આવશે નહીં, ઘરેથી જ પૌષ્ટિક નાસ્તો આપવાનો રહેશે.
  • પુસ્તકો, કંપાસ, બૂટ, વોટરબેગ, નાસ્તાબોક્સ, રેઈનકોટ, સ્વેટર સાચવવાની જવાબદારી વિદ્યાર્થીની પોતાની રહેશે.
  • શાળામાં કિંમતી ઘરેણાં કે ઘડિયાળ પહેરાવીને મોકલવા નહીં તેમજ મોબાઈલ લઈને આવવું નહીં અન્યથા મોબાઈલ જપ્ત કરવામાં આવશે.
  • શાળામાં આપેલું ગૃહકાર્ય બાળક નિયમિત કરે તે દરેક વાલીએ ધ્યાન રાખવું.
  • શાળા સમય દરમિયાન વાલીએ વર્ગમાં સીધા વર્ગશિક્ષકનો સંપર્ક ન કરતા કાર્યાલયમાં આચાર્યને મળી વિદ્યાર્થીના પ્રશ્નો હલ કરવાના રહેશે.
  • શાળામાં કોઈપણ વિદ્યાર્થીએ પોતાના વાહનો લઈને આવવું નહીં.

Copyright © 2026 Shreeji Academy All rights reserved.